dhranyno sasro ghaDawe - Lokgeeto | RekhtaGujarati

ધ્રણ્યનો સસરો ઘડાવે

dhranyno sasro ghaDawe

ધ્રણ્યનો સસરો ઘડાવે

ધ્રણ્યનો સસરો ઘડાવે ધ્રણ્યને મોતીસળી. (ટેક)

એમના પાણિયારામાં બેડાં છે, વહુ-દીકરીને તેડાં છે.

કાલે ઘડાવું ધ્રણ્યને મોતીસળી. .......ધ્રણ્યનો. (1)

એમના પાણિયારામાં પાન છે, વહુ-દીકરીને માન છે,

કાલે ઘડાવું ધ્રણ્યને મોતીસળી. .....ધ્રણ્યનો. (2)

એમના ઘરમાં સોવા સૂપડું, રહેવા માટી-ઝૂંપડું,

કાલે ઘડાવું ધ્રણ્યને મોતીસળી. .....ધ્રણ્યનો. (3)

એમના ઘરમાં છે ઘંટી, ખાવાને છે બંટી,

કાલે ઘડાવું ધ્રણ્યને મોતીસળી. .....ધ્રણ્યનો. (4)

સીમંતિનીનો શ્વસુર પક્ષ ગીત ગાય ત્યારે મહિયર પક્ષ ગીતમાંની બધી પંક્તિઓ ઉલટાવીને ગાય છે. દા. ત. :-

એમના પાણિયારામાં બેડાં નૈં, વહુ-દીકરીને તેડાં નૈં,

ક્યાંથી ઘડાવે ધ્રણ્યને મોતીસળી? .....ધ્રણ્યનો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959