dhamke waDu limDo - Lokgeeto | RekhtaGujarati

ધમકે વાડુ લીમડો

dhamke waDu limDo

ધમકે વાડુ લીમડો

ધમકે વાડુ લીમડો કુલ ગેર્યાં ગેર્યાં જાય રે લાલ. (2)

સુનીડાના બેટા મને ટીલડો ઓરી આલ આલ રે લાલ. (2)

ટીલડો ઓરી આલ રે માર ભરજોબાની જાય રે લાલ. (2)

ભરજોબાની જાય રે પરણ્યાનું જોબન જાય રે લાલ. (2)

દરજીડા બેટા મન કાપડી ઓરી આલ રે લાલ. (2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 143)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957