limbDe jhajhi limboli re - Lokgeeto | RekhtaGujarati

લીંબડે ઝાઝી લીંબોળી રે

limbDe jhajhi limboli re

લીંબડે ઝાઝી લીંબોળી રે

લીંબડે ઝાઝી લીંબોળી રે, હાલર હુલર થાય!

ચકો દૂધનો સવાદિયો રે, પાડો દોવા જાય!

પાડે મેલી છે પાટુ રે, બાપા કરતો જાય!

બાપે મેલી લાકડી રે, મા મા કરતો જાય!

માએ ભર્યો ચોંટકો રે, ભાઈ ભાઈ કરતો જાય!

ભાઈએ મારી છે થોંટ રે, બેન બેન કરતો જાય!

બેને આલ્યો છે લાડવો રે, ખૂણે બેસી ખાય!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 291)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957