deda, paDwe te holi - Lokgeeto | RekhtaGujarati

દેદા, પડવે તે હોળી

deda, paDwe te holi

દેદા, પડવે તે હોળી

દેદા, પડવે તે હોળી પડવો હોય રે, દેદમલ

ઘડીક રાખોને પાલખી, હાય દેદાને હાય!

દેદા, બીજે તે ભાઈબીજ હોય રે, દેદમલ,

ઘડીક રાખોને પાલખી, હાય દેદાને હાય!

દેદાને ત્રીજે તે અખાત્રીજ હોય રે દેદમલ,

ઘડીક રાખોને પાલખી, હાય દેદાને હાય!

દેદાને ચોથે ગણેશચોથ હોય રે દેદમલ,

ઘડીક રાખોને પાલખી, હાય દેદાને હાય!

દેદાને પાંચમે તે નાગપાંચ હોય રે દેદમલ,

ઘડીક રાખોને પાલખી, હાય દેદાને હાય!

દેદાને છઠ્ઠે તે રાંધણછઠ્ઠ હોય રે, દેદમલ,

ઘડીક રાખોને પાલખી, હાય દેદમલ,

દેદાને સાતમે તે શીતળાસાત હોય રે, દેદમલ,

ઘડીક રાખોને પાલખી, હાય દેદાને હાય!

દેદાને આઠમ તે ગોકુળ આઠમ હોય રે, દેદમલ,

ઘડીક રાખોને પાલખી, હાય દેદાને હાય!

દેદાને નવમે તે નોળીનોમ હોય રે, દેદમલ,

ઘડીક રાખોને પાલખી, હાય દેદાને હાય!

દેદાને દશમે તે દશેરા હોય રે, દેદમલ,

ઘડીક રાખોને પાલખી, હાય દેદાને હાય!

દેદાને અગિયારશે એકાદશ હોય રે, દેદમલ,

ઘડીક રાખોને પાલખી, હાય દેદાને હાય!

દેદાને બારશે પોડાબારશ હોય રે, દેદમલ,

ઘડીક રાખોને પાલખી, હાય દેદાને હાય!

દેદાને તેરશે ધનતેરશ હોય રે, દેદમલ,

ઘડીક રાખોને પાલખી, હાય દેદાને હાય!

દેદાને ચૌદશે તે કાળીચૌદશ હોય રે, દેદમલ,

ઘડીક રાખોને પાલખી, હાય દેદાને હાય!

દેદાને પૂનમે તે શરદપૂનમ હોય રે દેદમલ,

એવી વેળાએ જશે રે દેદમલ

ઘડીક રાખોને પાલખી, હાય દેદાને હાય!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 293)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957