aamli hethe talaw ke - Lokgeeto | RekhtaGujarati

આમલી હેઠે તળાવ કે

aamli hethe talaw ke

આમલી હેઠે તળાવ કે

આમલી હેઠે તળાવ કે છેલ પાણી મોજાં મળે રે લોલ!

ગોદી પાણી જઈશ કે દેડકો તાણી જશે રે લોલ!

દેડકાને તાણવા નહીં દઉં કે, ચકલો ઝીલી લેશે રે લોલ!

ચકલાને ઝીલવા નહીં દઉં કે દેડકો તાણી જશે રે લોલ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 293)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957