dan mage - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દાણ માગે

dan mage

દાણ માગે

કા’નો દાણ માગે, ધુતારો દાન માગે,

એની મોરલીમાં વેણુ રસ વાગે—કા'નોo

હાંરે કા’ન કિયા મલકના છે દાણી,

દાણી મારી નવરંગ ચૂંદડી તાણી—કા’નોo

હાંરે કા'ન કિયા મલકનો છે રાજા.

રાજા એને સંગે ગોવાળિયા ઝાઝા - કા’નોo

હાંરે કા'ન કિયા મલકનો છે હામી,

હામી મારા હૃદયકમળનો સ્વામી - કા’નo

હાંરે કા'ન કિયા મુલકના છે સૂબો,

સૂબો મારા મારગ વચ્ચે ઊભો - કા’નોo

સ્રોત

  • પુસ્તક : ચાંદો ઊગ્યો ચોકમાં (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : દોલત ભટ્ટ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1988