wa’la mora - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વા’લા મોરા

wa’la mora

વા’લા મોરા

જમના જળ ભરવા ને જાઇ, જાદવરાય સામા મળ્યાં રે લોલ.

કે વા'લે મારે કચર્યોં જમણો પગ, કે હું હળવી પડી રે લોલ,

કે હૈડાં મળિયાં ભેટોભેટ, કે નયણે નીર ઝરે રે લોલ.

કે ગોરી મોરી આવડલાં શાં દુઃખ, કે હૈડાના હીર બળે રે લોલ.

કે વા'લા મોરા વાટે કરીએ વાત,

કે અબળાને આળું ચઢે રે લોલ.

કે વા'લા મારા આવજો આપણે ઘેર, કે કરશું ગોઠડી રે લોલ.

કે સાસુ-નણંદનાં સંતાપ, કે જેઠ ને દેર વઢે રે લોલ.

કે જેને નાહોલિયો નાદાન, તેનાં ઘર કેમ વસે રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ચાંદો ઊગ્યો ચોકમાં (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સંપાદક : દોલત ભટ્ટ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1988