રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમેહુલો નાવ્યો
mehulo nawyo
નદી રે સરોવર સુકાઈ ગિયાં રે,
માછલડી રે કરે કકળાટ,
નાવ્યો ધરતીનો ધણી મેહુલો રે.
આલી લીલી વાડિયું સુકાઈ ગઈ રે,
પંખીડા કરે રે પોકાર. -નાવ્યોo
ખાડા ખાબોચિયાં સુકાઈ ગિયાં રે,
ડેડકડી દિયે છે શરાપ. -નાવ્યોo
ધોરીએ મેલ્યાં ધુરી-ધોંસરા રે,
ખેડુએ મેલી બેવડ રાશ. -નાવ્યોo
ગાયે મેલ્યાં ગા’નાં વાછરુ રે,
અસતરીએ મેલ્યાં નાના બાળ. -નાવ્યોo
nadi re sarowar sukai giyan re,
machhalDi re kare kaklat,
nawyo dhartino dhani mehulo re
ali lili waDiyun sukai gai re,
pankhiDa kare re pokar nawyo
khaDa khabochiyan sukai giyan re,
DeDakDi diye chhe sharap nawyo
dhoriye melyan dhuri dhonsra re,
kheDue meli bewaD rash nawyo
gaye melyan ga’nan wachharu re,
asatriye melyan nana baal nawyo
nadi re sarowar sukai giyan re,
machhalDi re kare kaklat,
nawyo dhartino dhani mehulo re
ali lili waDiyun sukai gai re,
pankhiDa kare re pokar nawyo
khaDa khabochiyan sukai giyan re,
DeDakDi diye chhe sharap nawyo
dhoriye melyan dhuri dhonsra re,
kheDue meli bewaD rash nawyo
gaye melyan ga’nan wachharu re,
asatriye melyan nana baal nawyo
સ્રોત
- પુસ્તક : કાવ્યસંચય-1 (પૃષ્ઠ ક્રમાંક 275)
- સંપાદક : હીરા રામનારાયણ પાઠક અને અનંતરાય રાવળ
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1981