latke haloji - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લટકે હાલોજી

latke haloji

લટકે હાલોજી

લટકે હાલો ને નંદલાલ

હે જી તારા લટકાનું નહિ મૂલ

લટકે હાલો ને.

ઊજળા મંગાવું રૂડા ચોખલાને

તેની રે રંધાવું હું ખીર

લટકે હાલો ને.

પ્રરથમ જમાડું પિયુ પાતળોને

મારી સગી નણંદીનો વીર

લટકે હાલો ને.

પ્રરથમ જમાડું પિયુ પાતળોને

પછી રે જમાડું મારો વીર

લટકે હાલો ને.

દૂધના વરસાવું રૂડા મેહુલાને

મારે આંગણે રેલમછેલ

લટકે હાલો ને.

આંગણે વવરાવું લવંગ એલચીને

તારે ટોડલે નાગરવેલ

લટકે હાલો ને.

લટકે હાલો ને નંદલાલ

હે જી તારા લટકાનું નહિ મૂલ

લટકે હાલો ને.

સ્રોત

  • પુસ્તક : ચાંદો ઊગ્યો ચોકમાં (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : દોલત ભટ્ટ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1988