એકાદશી
ekadashi
ધન્ય ધન્ય એકાદશી, ને ધન્ય નારાયણનું નામ જો;
ધન્ય રાજા રૂખમાજી, તારી વાડીમાં વેમાન જો.
વેમાન ઉતર્યાં વૈકુંઠનાં, ને સરવે દેવતા ક્રુર જો;
એક દેવતા પૂછે પવિતર એને ન મળે મારગ જો.
રાજાની વાડીમાં પલવટ વાળી, પાછળ ફેરા ખાય જો;
ચોર તો ક્યાંય દીસે નહીં ને ન જડે પગની રજ જો.
વાડી કાંઠે વેલ્ય વાળીને ખંખેર્યા બહુ પાન જો;
અશુદ્ધ રીંગણીનો ધવાડો લાગ્યો, ને ભોંય પડ્યાં વેમાન જો.
માળી હાલ્યો રાજમાં, ને રાજાને તેડાં જાય જો;
રાજા બેઠા પાલખી, કંઈ રાજા વાડિયે જાય જો.
રાજાયેં ચોરને બોલાવિયા, ને શું છે તમારાં નામ જો?
મોટા રાજાયેં મોકલ્યા, અમે આવ્યા ફૂલને કારણ જો;
ઈન્દ્રદેવ ઈચ્છા કરે, ને ધન્ય ધન્ય તારા ભાગ્ય જો.
ચાવી સોતા ભંડાર અપાવું, ને હસ્તી આપું ઘોડાવેલ જો;
વૈભવ આપું વિધવિધના ને તમે ચલાવો વેમાન જો.
રાજા તારા શે’રમાં એક નારીયેં કીધાં પૂન્ય જો.
અપાર કીધી એકાદશી, એનાં આપો અમને પૂન્ય જો;
રાજાયેં ચાકર મોકલ્યા, ને શવરી તેડાં જાય જો.
ઊઠો બાય શવરી બેનડી, તમને તેડાવે રાજા પાસ જો;
નથી ભાંગ્યાં, નથી ફોડિયાં, ને નથી કીધો ભંજવાડ જો,
એવડા વાંક અમે શું કર્યા? અમને રાજા બોલાવે પાસ જો;
સોનાની ઝારી, બાયેં જળે ભરી, બાયેં સુરજ રાખ્યા સાથ જો.
ઈ પૂન્ય દીધાં પ્રેમથી, ત્યારે વેગે હાલ્યાં વેમાન જો;
વૈકુંઠની આવી એકાદશી, પછી વસી રાજાના મનમાંય જો.
dhanya dhanya ekadashi, ne dhanya narayananun nam jo;
dhanya raja rukhmaji, tari waDiman weman jo
weman utaryan waikunthnan, ne sarwe dewta krur jo;
ek dewta puchhe pawitar ene na male marag jo
rajani waDiman palwat wali, pachhal phera khay jo;
chor to kyanya dise nahin ne na jaDe pagni raj jo
waDi kanthe welya waline khankherya bahu pan jo;
ashuddh ringnino dhawaDo lagyo, ne bhonya paDyan weman jo
mali halyo rajman, ne rajane teDan jay jo;
raja betha palkhi, kani raja waDiye jay jo
rajayen chorne bolawiya, ne shun chhe tamaran nam jo?
mota rajayen mokalya, ame aawya phulne karan jo;
indrdew ichchha kare, ne dhanya dhanya tara bhagya jo
chawi sota bhanDar apawun, ne hasti apun ghoDawel jo;
waibhaw apun widhawidhna ne tame chalawo weman jo
raja tara she’raman ek nariyen kidhan punya jo
apar kidhi ekadashi, enan aapo amne punya jo;
rajayen chakar mokalya, ne shawri teDan jay jo
utho bay shawri benDi, tamne teDawe raja pas jo;
nathi bhangyan, nathi phoDiyan, ne nathi kidho bhanjwaD jo,
ewDa wank ame shun karya? amne raja bolawe pas jo;
sonani jhari, bayen jale bhari, bayen suraj rakhya sath jo
i punya didhan premthi, tyare wege halyan weman jo;
waikunthni aawi ekadashi, pachhi wasi rajana manmanya jo

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 32)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968