chhanna waside re hali - Lokgeeto | RekhtaGujarati

છાણના વાસીદે રે હાલી

chhanna waside re hali

છાણના વાસીદે રે હાલી

છાણના વાસીદે રે હાલી સાંકુ, સાણના વાસી દે રે હાલી,

સાંકુ, સાણના વાસીદે રે હાલી!

ચાંથી તે ભાણિયાની લાવી સાંકુ, ચાંથી તે ભાણિયાને લાવી?

સાંકુ, ચાંથી તે ભાણિયાને લાવી?

ઊભી બજારે જઈ હાલી સાંકુ, ઊભી બજારે જઈ હાલી,

સાંકુ, ઊભી બજારે જઈ હાલી.

જંઈના તે ડાળિયા લીધા સાંકુ, જંઈના તે ડાળિયા લીધા,

સાંકુ, જંઈના તે ડાળિયા લીધા.

લઈને ગુંજામાં નખાવ્યા સાંકુ, લઈને ગુંજામાં નખાવ્યા,

સાંકુ, લઈને ગુંજામાં નખાવ્યા.

ઊભી બજારે લઈ હાલી ભાણિયાને, ઊભી બજારે લઈ હાલી,

સાંકુ, ઊભી બજારે લઈ હાલી.

એક ફેરો પાણી પાજે માસી, એક ફેરો પાણી પાજે,

માસી, એક ફેરો પાણી પાજે.

હવે તો પાણી કેવાં ભાણિયાને, હવે તો પાણી કેવાં!

સાંકુ, હવે તો પાણી કેવાં!

ત્યાં વંડિયું ઠેકાવી ભાણિયાને, ત્યાંથી વંડિયું ઠેકાવી,

સાંકુ, ત્યાંથી તે વંડિયું ઠેકાવી.

છાતી ઉપર પગ મૂક્યો ભાણિયાની, છાતી ઉપર પગ મૂક્યો!

સાંકુ, ભાણિયાની જીભ તાણી લીધેરે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 97)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963