chatko - Lokgeeto | RekhtaGujarati

ચટકો

chatko

ચટકો

કા’ના તારી મોરલીનો આવડો શું ચટકો?

મોરલીનો ચટકો, જાણે કાળજાનો કટકો,

કા’ના તારી મોરલીનો આવડો શું ચટકો?

આલા લીલા વાંસડાનો, લાકડાનો ચટકો,

કાના તારી મોરલીનો આવડો શું ચટકો?

રે મોરલીના નાદે, મને લાગ્યો છે ચટકો,

કા’ના, તારી મોરલીનો આવડો શું ચટકો

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968