bijwar - Lokgeeto | RekhtaGujarati

બીજવર

bijwar

બીજવર

દાદા મોરા! પંથવર નવ જોશો જો,

પંથવરની પરણી મહાદુઃખ પામશે.

હરતાં મારે ફરતાં મારે, લાપોટે મોં ભાગે જો—

દાદા મોરા! ‘પંથવર નવ’ જોશો જો—

દાદા મોરા! બીજવરને જોજો જો.

બીજવરની પરણી તે મહાસુખ પામશે,

લીલાં પહેરાવે, પીળાં પહેરાવે, ખોબલિયે ખાંડ ફકાવે જો—

બીજવરની પરણી તે મહાસુખ પામશે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 228)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957