champana phulDan chaar - Lokgeeto | RekhtaGujarati

ચંપાના ફૂલડાં ચાર

champana phulDan chaar

ચંપાના ફૂલડાં ચાર

ચંપાના ફૂલડાં ચાર, ફૂલડાં બહુ રંગ્યા.

ક્યા દેવને રે વા’લા ફૂલડાં કઈ દેવીને વ્હાલો હાર ફૂલડાં બહુ રંગ્યા.

સૂરજ દેવને વાલા ફૂલડાં, રન્નાદેવીને વ્હાલો હાર!

ચંપાનાં ફૂલડાં ચાર, ફૂલડા બહુ રંગ્યા!

ક્યા દેવને વ્હાલાં ફૂલડાં, કઈ દેવીને વ્હાલો હાર? ફૂલડા બહુ રંગ્યા!

ચંદ્રદેવને વ્હાલા ફૂલડાં, સાવિત્રિદેવીને વ્હાલો હાર ફૂલડાં બહુરંગ્યાં!

ચંપાના ફૂલડાં ચાર, ફૂલડાં બહુ રંગ્યા!

ક્યા ભાઈને વ્હાલા ફૂલડાં, કઈ વહૂને વ્હાલો હાર? ફૂલડાં બહુ રંગ્યા.

અરૂણભાઈને વ્હાલા ફૂલડાં, જયા વહુને વ્હાલો હાર. ફૂલડા બહુ રંગ્યા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 100)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963