tari tungliman kani re - Lokgeeto | RekhtaGujarati

તારી ટુંગલીમાં કંઈ રે

tari tungliman kani re

તારી ટુંગલીમાં કંઈ રે

તારી ટુંગલીમાં કંઈ રે માળેણ તારી, (2)

મારી ટુંગલીમાં મુળો ભીલેડ, (2)

તું તે આલહે કે નહિં રે માળેણ, (2)

તું તો લેહેકે ઠગે રે ભીલેડ,

તારી ટુંગલીમાં કંઈ રે માળેણ,

મારી ટુંગલીમાં કાંદા ભીલેડ,

તું તે આલે હેંકે નહિ રે માળેણ,

તું તે લેહે કે ઠગે રે ભીલેડ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 126)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957