morile Dungor mor - Lokgeeto | RekhtaGujarati

મોરીલે ડુંગોર મોર

morile Dungor mor

મોરીલે ડુંગોર મોર

મોરીલે ડુંગોર મોર કેહાર્યો હાંડ મોરીલો. (2)

હાલી વાહેણનું કામઠુ રે લોલ.

નંઈથો ઉડામો ભર્યો હાંડ મોરીલું,

હાલી વાહેણનું કામઠુ રે લોલ.

જાઈ બેઠું રાયણીને ડાળે હાંડ મોરીલું,

હાલી વાહેણનું કામઠું રે લોલ.

રાયણાં સગે ને રોળી કરે હાંડ મોરીલું,

હાલી વાંહેણનું કામઠુ રે લોલય

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 122)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957