bhelish nain re kayane - Lokgeeto | RekhtaGujarati

ભેળીશ નૈં રે કાયાને

bhelish nain re kayane

ભેળીશ નૈં રે કાયાને

ભેળીશ નૈં રે કાયાને છોડીશ નૈં, હે મારી વાડીના,

ભમરલા, વાડી ભેળીશ નૈં રે!

ઊંચો રે ચંપો, ઈનાં ફૂલડાં ઘણેરા વા’લા!

ફોર્યું લે જે, ફૂલડાં તોડીશ નૈં,

ભમરલા, વાડી તું ભેળીશ નૈં રે!

ભેળીશ નૈં રે, કાયાને છોડીશ નૈં, હે મારી વાડીના,

ભમરલા, વાડી ભેળીશ નૈં રે!

નીચો રે આંબો, ઈનાં ફળ તો ઘણેરાં વા’લા!

રસ ઘોડીને રસ તું ઢોળીશ નૈં,

ભમરલા, વાડી તું ભેળીશ નૈં રે!

ચાર તાર મરઘલાં, વાડી ભેળવા,

ને આવ્યાં વાલા,

બબ્બે જણાની જોડ્યું, તોડીશ નૈં રે!

મારી વાડીના,

ભમરલા, વાડી ભેળીશ નૈં રે!

ભેળીશ નૈં રે કાયાંને છોડી નૈ, હે મારી વાડીના,

ભમરલા, વાડી ભેળીશ નૈં રે?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963