sitaye ruwi ruwi bharyan talaw re - Lokgeeto | RekhtaGujarati

સીતાએ રૂવી રૂવી ભર્યાં તળાવ રે

sitaye ruwi ruwi bharyan talaw re

સીતાએ રૂવી રૂવી ભર્યાં તળાવ રે

સીતાએ રૂવી રૂવી ભર્યાં તળાવ રે,

સીતા રે ચાલ્યા સાસરે. (2)

સીતાને કોણ ઓળાવવાને જાય રે!

સીતા રે ચાલ્યા સાસરે. (2)

સીતાને બાપુ ઓળાવવાને જાય રે,

સીતા રે ચાલ્યા સાસરે. (2)

સીતાએ રૂવી રૂવી ભર્યાં તળાવ રે,

સીતા રે ચાલ્યા સાસરે. (2)

સીતા ને કોણ મનાવવાને જાય રે!

સીતા રે ચાલ્યા સાસરે. (2)

સીતાને માતા મનાવવાને જાય રે,

સીતા રે ચાલ્યા સાસરે. (2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963