sagai kon kon kholwa gyata - Lokgeeto | RekhtaGujarati

સગાઈ કોણ કોણ ખોળવા ગ્યાતા

sagai kon kon kholwa gyata

સગાઈ કોણ કોણ ખોળવા ગ્યાતા

સગાઈ કોણ કોણ ખોળવા ગ્યાતા મોટાની કુંવર (2)

સગાઈ બાપુ ખોળવા ગ્યાતા, મોટાની કુંવર (2)

બેની બાઈ આંધળો જોયો, બેની ભાઈ પાંગળો જોયો,

બેની બાઈ ઘરડો ગળે પડ્યો, મોટાંની કુંવર—સગાઈ.

બેની બાઈ લૂલો જોયા, બેની બાઈ લંગડો જોયો

બેની બાઈ આંધળો ગળે માયરો મોટાંની કુંવર—સગાઈ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963