mayariyaman bethan beni aaj - Lokgeeto | RekhtaGujarati

માયારિયામાં બેઠાં બેની આજ

mayariyaman bethan beni aaj

માયારિયામાં બેઠાં બેની આજ

માયારિયામાં બેઠાં બેની આજ રે,

હા બેની, હાથ મીલાવો.

ગોરા ગોરા હાથમાં ઘડિયાળ શોભશે.

બાપુજી આપે કન્યાદાન, હાં બેની હાથ મિલાવો!

માયરીયામાં બેઠાં બેઠાં બેની, આજ રે

ગોરા ગોરા પગમાં ઝાંઝર શોભશે, રે

આપે માતાજી કન્યાદાન રે, હાં બેની હાથ મિલાવો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963