dhima sasariyaman dhima dhima - Lokgeeto | RekhtaGujarati

ધીમા સાસરિયામાં ધીમા ધીમા

dhima sasariyaman dhima dhima

ધીમા સાસરિયામાં ધીમા ધીમા

ધીમા સાસરિયામાં ધીમા ધીમા.

ધીમા સોમીબેન ધીમા ધીમા.

બાપુનો સંગ તમે છોડી દીધો,

સસરાનો સંગ તમે ઝાલી લીધો.—ધીમા

ધીમા સાસરીયામાં ધીમા ધીમા,

ધીમા સોમીબેન ધીમા ધીમા.

માતાનો સંગ તમે છોડી દીધો,

સાસુનો સંગ તમે ઝાલી લીધો,

બહેનોના હેત ભૂલી ગયાં,

નણદીના હેત તમે ઝીલી લીધો.

ધીમા સાસરીયામાં ધીમા ધીમા,

ધીમા રમાબેન ધીમા ધીમા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963