awone saubhagya beno - Lokgeeto | RekhtaGujarati

આવોને સૌભાગ્ય બેનો

awone saubhagya beno

આવોને સૌભાગ્ય બેનો

આવોને સૌભાગ્ય બેનો મંગલ ગાવો રે,

ફૂલી બેનના લગ્નમાં લહાવો લેવા આવો રે!

ફૂલી બેનના સસરાને એટલું તો કે’જો રે,

સસરાપણું છોડી દઈને માતાપણું રાખે રે!—આવોને સૌભાગ્ય.

ફૂલી બેનના સાસુને એટલું તો કે જો રે,

સાસુપણું છોડી દઈને માતાપણું રાખે રે!—આવોને સૌભાગ્ય.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963