aa tere ganga, peli tere jamna - Lokgeeto | RekhtaGujarati

આ તીરે ગંગા, પેલી તીરે જમના

aa tere ganga, peli tere jamna

આ તીરે ગંગા, પેલી તીરે જમના

તીરે ગંગા, પેલી તીરે જમના,

વચમાં રે બેની કાગળ વાંસે રે!

બેની રે, તારા મામાને કેમ ની નોતર્યા રે!

બેની તારી મામી મેણાં દેશે રે. –આ તીરે.

બેની તારી માસીને કેમ ની નોતર્યા રે!

બેની તારા માસા મેણાં દેશે રે. –આ તીરે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963