hayala ji be - Lokgeeto | RekhtaGujarati

હયાળા જી બે

hayala ji be

હયાળા જી બે

હેલે, અદેરા વાળાને ગર્ય, હયાળા જી બે!

હેલે, એના દેરૂડા તાણીને લિયે, હયાળા જી બે!

હેલે, નાકમાં સોનાની વાળી, હયાળા જી બે!

હેલે, એનાં લાકડાં તાણીને લઈએ, હયાળા જી બે!

હેલે, પાણી ભરે પણિયારી, હયાળા જી બે!

હેલે, દાબર તમે દીને રાજા, હયાળા જી બે!

હેલે, મોટાભાઈ લાકડાં ભરીને આવે, હયાળા જી બે!

હેલે, ધામ સઘળા કઈ, હયાળા જી બે!

હેલે, ઝટ ધામસકાધો કહી, હયાળા જી બે!

હેલે, માગેરી તો ડૂબવા લાગી, હયાળા જી બે!

હેલે, મોટાભાઈ ઘરનું વા’ણ, હયાળા જી બે!

હેલે વા’ણ માટે બહુ પ્રેમ, હયાળા જી બે!

હેલે, માગ પેડી વાણ કિયે, હયાળા જી બે!

હેલે, ઢેલાડી સુતાને જાગે, હયાળા જી બે!

હેલે, વડલે ચડીને બેસે, હયાળા જી બે!

હેલે, પીંપરનો પડો, હયાળા જી બે!

હેલે, ખરરિયા તો લાવો ભરીને, હયાળા જી બે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 279)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957