ele ramalakhman banne bhai - Lokgeeto | RekhtaGujarati

એલે રામલખમણ બંને ભાઈ

ele ramalakhman banne bhai

એલે રામલખમણ બંને ભાઈ

એલે, ઝુમ્બે જાય, હેલે ઝાલ્લા!

એલે, ઝુમ્બે જોરાવર ને ઘાસી, હેલે ઝાલ્લા!

એલે, રામલખમણ બંને ભાઈ, હેલે ઝાલ્લા!

એલે, વાડીએ સૂવાને જાય, હેલે ઝાલ્લા!

એલે, સૂતાં સૂતાં કીધી વાત, હેલે ઝાલ્લા!

એલે, સુકાયાં વાડીના ભાત, હેલે ઝાલ્લા!

એલે, સુકાય ઈને સુકાવા દ્યો, હેલે ઝાલ્લા!

એલે, સુપણાં બંધાવા દ્યો, હેલે ઝાલ્લા!

એલે, સુપર ચાલ્યા શેરમાં, હેલે ઝાલ્લા!

એલે, પાણી ચાલ્યા કેરમાં, હેલે ઝાલ્લા!

લે, કેર માંયલા કેરાં ખાય, હેલે ઝાલ્લા!

એલે, વિજલપર ચાલ્યો જાય, હેલે ઝાલ્લા!

એલે, વિજલપરના આવ્યા જોશી, હેલે ઝાલ્લા!

એલે, કાનમાં ટીપણાં ખોશી, હેલે ઝાલ્લા!

એલે, આવ્યો જોશી, બેહો માંચી, હેલે ઝાલ્લા!

એલે, ટીપણાં દેખાડો વાંચી, હેલે ઝાલ્લા!

એલે ટીપણામાં શું શું નામ, હેલે ઝાલ્લા!

એલે, સીતાબાઈનાં નામ છે, હેલે ઝાલ્લા!

એલે, નાની સીતા મોટી થાય, હેલે ઝાલ્લા!

એલે, રામનાં લગન જોવડાય, હેલે ઝાલ્લા!

એલે, રામ લખમણ જાનકી, હેલે ઝાલ્લા!

એલે, જય બોલો હનમાનકી, હેલે ઝાલ્લા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 284)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957