ele palawDo melo mohanji - Lokgeeto | RekhtaGujarati

એલે પાલવડો મેલો મોહનજી

ele palawDo melo mohanji

એલે પાલવડો મેલો મોહનજી

એલે, પાલવડો મેલો મોહનજી, હેલે ઝાલાં!

એલે, આસાડે મને જાવા દ્યો, હેલે ઝાલાં!

એલે, આવતાં આપીશ દાણ તમારાં, હેલે ઝાલાં!

એલે, મઈં મારું વેચવા દ્યો, હેલે ઝાલાં!

એલે, વેચતાં તમને કોણ કહે છે? હેલે ઝાલાં!

એલે, સાંભળ રાધા પ્યારી, હેલે ઝાલાં!

એલે મઈં ગોરસનું દાણ લઈને, હેલે ઝાલાં!

એલે, વહેલી થાં વજ્ર નારી, હેલે ઝાલાં!

એલે, નારી કઈંને ના બોલાવ, હેલે ઝાલાં!

એલે, છાના રઈને છોગાળા, હેલે ઝાલાં!

એલે, કઠણ રાજ તો કંસરાયનું, હેલે ઝાલાં!

એલે, ગૌ ચારંતા ગોવાળો, હેલે ઝાલાં!

એલે, હું ગોવાળો, તું ગોવાલણ, હેલે ઝાલાં!

એલે, ફરી ગમે તો આવજો, હેલે ઝાલાં!

એલે, તું સરીખા હિંમ્મતિયાને, હેલે ઝાલાં!

એલે, સાથી તેડી લાવજો, હેલે ઝાલાં!

એલે, તેડી લાવું, મને જાવા દ્યો, હેલે ઝાલાં!

એલે, રોકી રહ્યા છો વજ્ર નારી, હેલે ઝાલાં!

એલે, રઘુનાથના સામી સાંભર્યા, હેલે ઝાલાં!

એલે, ઘેલો છે પણ ગિરધારી, હેલે ઝાલાં!

એલે, ગિરધારીએ ગોકુળ વસાવ્યું, હેલે ઝાલાં!

એલે, ઈંદ્ર કરતાં કૃષ્ણ મોટો, હેલે ઝાલાં!

એલે, મોટો ત્યારે મથુરામાં આવ્યો, હેલે ઝાલાં!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 332)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957