walam hoy to mulwe - Lokgeeto | RekhtaGujarati

વાલમ હોય તો મૂલવે

walam hoy to mulwe

વાલમ હોય તો મૂલવે

રે મથુરાને મારગે શામળિયો જી રે;

મૂરખો ઝોલાં ખાય, ભજન ઘેર વા’લાને રે.

જળ જમનાનાં ઝીલતાં, શામળિયો જી રે;

મૂરખો ઝોલાં ખાય, ભજન ઘેર વા’લાને રે.

કટક શે’રનાં ઘોડલાં, શામળિયો જી રે;

આવ્યા મારે દેશ, ભજન ઘેર વા’લાને રે.

વાલમ હોય તો મૂલવે, શામળિયો જી રે;

મૂરખો ઝોલાં ખાય, ભજન ઘેર વા’લાને રે.

હાલર શે’રનાં હાથીડા, શામળિયો જી રે;

આવ્યા અમારે દેશ, ભજન ઘેર વા’લાને રે.

વાલમ હોય તો મૂલવે, શામળિયો જી રે;

મૂરખો ઝોલાં ખાય, ભજન ઘેર વા’લાને રે.

ચિતળ શે’રની ટીલડી, શામળિયો જી રે;

આવી અમારે દેશ, ભજન ઘેર વા’લાને રે.

વાલમ હોય તો મૂલવે, શામળિયો જી રે;

મૂરખો ઝોલાં ખાય, ભજન ઘેર વા’લાને રે.

મારવાડ શે’રની મોજડી, શામળિયો જી રે;

આવી અમારે દેશ, ભજન ઘેર વા’લાને રે.

વાલમ હોય તો મૂલવે શામળિયો જી રે;

મૂરખો ઝોલાં કાય, ભજન ઘેર વા’લાને રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 231)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ઉજમશી છ. પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968