lakhitang te shri dwaramti, - Lokgeeto | RekhtaGujarati

લખિતંગ તે શ્રી દ્વારામતી,

lakhitang te shri dwaramti,

લખિતંગ તે શ્રી દ્વારામતી,

લખિતંગ તે શ્રી દ્વારામતી,

રાયજી દ્રષ્ટે શું ધરમ-આરોગ્ય,

વીરા! વહેલા આવજો. (ટેક)

કંકુ છાંટી કંકોતરી મોકલી!

કોડે ક્હાવે સુભદ્રા બ્હેની,

વીરા! વહેલા આવજો. (1)

ભીડ-ભંજન મારી ભાભીઓ;

સોળ સહસ્ર એકસો આઠ,

લાખાગૃહેથી પાંડવને ઉગારિયા,

કામધેનુ ઉગારી છે ગાય,

વીરા! વહેલા આવજો. (3)

કુંવરબાઈના કોડ પૂરા કીધા,

નરસીં મે’તાની રાખી છે લાજ,

વીરા! વહેલા આવજો. (4)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959