bhadarwo bhaniye re - Lokgeeto | RekhtaGujarati

ભાદરવો ભણીયે રે

bhadarwo bhaniye re

ભાદરવો ભણીયે રે

ભાદરવો ભણીયે રે ગાજો હે!

તે મારે મંદિરિયે પછાજો રે.....જમના જવાદો પાણી રે!

આસો માસે આવી દીવાળી રે!

સૌ લોકો કરે સેવ સુંવાળી રે!

વાલાજી વીના કોની પીરસું થાળી રે..... જમના જવાદો પાણી રે!

આમાં એકે નથી અધુરાં રે!

બારે માસ થયા પૂરા રે..... જમના જવાદો પાણી રે!

તેરમો માસ પુરૂષોત્તમ કહેવાય રે!

પ્રભુજી મહોલે પધારો રે.....જમના જવાદો પાણી રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 101)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963