sonanun bor - Lokgeeto | RekhtaGujarati

સોનાનું બોર

sonanun bor

સોનાનું બોર

ટેકરે ઊભી બોરડી મારૂં સોનાનું બોર!

કિયા ભાઈ જમવા તેડ્યા? મારૂં સોનાનું બોર!

જીવરાજભાઈ જમવા તેડ્યા, મારૂં સોનાનું બોર!

જીવરાજભાઈ લુચ્ચાં ખાઈ રિયા, મારૂં સોનાનું બોર!

ટેકરે ઊભી બોરડી, મારૂં સોનાનું બોર!

કઈ બેનને જમવા તેડ્યા? મારૂં સોનાનું બોર!

જીવતી બેનને જમવા તેડ્યાં, મારૂં સોનાનું બોર!

જીવતી બેન લુચ્ચાં ખાઈ ગિયાં, મારૂં સોનાનું બોર!

રસપ્રદ તથ્યો

આ પ્રમાણે દરેકના ભાઈ તથા ભાભીઓનાં નામ લઈને ગીતને લંબાવાય છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા, ભાઈલાલ એન. પટેલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968