benan sada suraj kewan - Lokgeeto | RekhtaGujarati

બેનાં સાદા સુરજ કેવાં

benan sada suraj kewan

બેનાં સાદા સુરજ કેવાં

બેનાં સાદા સુરજ કેવાં સાંદેણાં રે બેનાં દિવલો.

બેનાં દેહ મેલ્યો ઠામ નથી મેલો રે બેનાં દિવલો.

બેનાં આવો રૂડો સૈયરોનો સાથ રે બેનાં દિવલો.

બેનાં ઝાલોદમાં ડોહીલાંનો સાથ રે બેનાં દિવલો.

બેનાં આવો રૂડો સૈયરોનો સાથ રે બેનાં દિવલો.

બેનાં ટડસાં ને કટકું નથી ખોરો રે બેનાં દિવલો.

બેનાં ટડસાં ને પાયતે બંદી આવજો રે બેનાં દિવલો.

બેનાં દેહવદમાં દાડો ઉગાડજો રે બેનાં દિવલો.

બેનાં આવી ખાજો ભાભીયુંના રોટલા બેના દિવલો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963