beDaliyan - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બેડલિયાં

beDaliyan

બેડલિયાં

હાં હાં ઘડુલિયા ચડાવ્યને ગિરધારી,

ઘરે વાટ્યું જુએ છે મા મોરી રે

બેડલિયાં ચડાવ્યને ગિરધારી,

તારો માથાનો અંબોડો રે હો વ્રજનારી,

જાણે છૂટ્યો તેજી ઘોડે રે બેડલિયાંo

તારી આંખનો ઉલાળો રે હો વ્રજનારી,

જાણે છૂટ્યો તેજી ઘોડો રે બેડલિયાંo

તારી નાકડિયાની દાંડી રે હો વ્રજનારી,

જાણે દીવડીએ શગ માંડી રે બેડલિયાંo

તારી હાથની કળાયું રે હો વ્રજનારી,

જાણે સોનાની શરણાયું રે બેડલિયાંo

તારી હાથની રે હો વ્રજનારી,

જાણે બાવલપરની થાળી રે બેડલિયાંo

તારા હાથની આંગળિયું રે હો વ્રજનારી,

જાણે ચોળા મગની ફળિયું રે બેડલિયાંo

તારા પેટડિયાનો ફાંદો રે હો વ્રજનારી,

જાણે પૂનમ કેરો ચાંદો રે બેડલિયાંo

તારા વાંસોનો વળાકો રે હો વ્રજનારી,

જાણે સરપનો સળાકો રે બેડલિયાંo

સ્રોત

  • પુસ્તક : ચાંદો ઊગ્યો ચોકમાં (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : દોલત ભટ્ટ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1988