baDbhagi radha - Lokgeeto | RekhtaGujarati

બડભાગી રાધા

baDbhagi radha

બડભાગી રાધા

કુવાને કાંઠે એક ઝુંપડી રે લોલ.

તેને ફરતી રચાવી ફૂલવાડી રે લોલ.

તેમાં વસે છે વનમાળી રે લોલ.

ફૂલવાડીમાં ફૂલ બહુ ખીલતાં રે લોલ.

એતો રાધાજીને મન બહુ ભાવતાં રે લોલ.

ફૂલ લેવાને રાધાજી આવીઆં રે લોલ.

કાને ચુંટ્યાં ને રાધાએ ઝીલિયાં રે લોલ.

તેની રાધાએ બનાવી ફૂલમાળા રે લોલ.

તે તો પ્રભુજીને કંઠે પહેરાવી રે લોલ.

વા’લા પ્રભુજીએ સ્નેહે સ્વીકારી રે લોલ.

તેથી રાધા બની બડભાગી રે લોલ.

કુવાને કાંઠે એક ઝૂંપડી રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968