ઈકો કીકો
iko kiko
અમારો ઈકો કીકો, ઝબલું પૈરતાં શીખ્યો, ઈકો ચાબકો.
અમારી ઈકી કીકી, કબજો પૈરતાં શીખી, ઈકી ચાબકી.
અમારો ઈકો કીકો, કેડિયું પૈરતાં શીખ્યો, ઈકો ચાબકો.
અમારી ઈકી કીકી, ઘાઘરી પૈરતાં શીખી, ઈકી ચાબકી.
અમારો ઈકો કીકો, ઘોડે બેસતાં શીખ્યો, ઈકો ચાબકો.
મારી ઈકી કીકી, પાણી ભરતાં શીખી, ઈકી ચાબકી.
અમારો ઈકો કીકો, જોડા પૈરતાં શીખ્યો, ઈકો ચાબકો,
અમારી ઈકી કીકી, માથું ઓળતાં શીખી, ઈકી ચાબકી.
અમારો ઈકો કીકો, બજાર જાતાં શીખ્યો, ઈકો ચાબકો.
અમારી ઈકી કીકી, રસોઈ કરતાં શીખી, ઈકી ચાબકી.
amaro iko kiko, jhabalun pairtan shikhyo, iko chabko
amari iki kiki, kabjo pairtan shikhi, iki chabki
amaro iko kiko, keDiyun pairtan shikhyo, iko chabko
amari iki kiki, ghaghri pairtan shikhi, iki chabki
amaro iko kiko, ghoDe bestan shikhyo, iko chabko
mari iki kiki, pani bhartan shikhi, iki chabki
amaro iko kiko, joDa pairtan shikhyo, iko chabko,
amari iki kiki, mathun oltan shikhi, iki chabki
amaro iko kiko, bajar jatan shikhyo, iko chabko
amari iki kiki, rasoi kartan shikhi, iki chabki

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 13)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા, ભાઈલાલ એન. પટેલ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968