awone saiyar - Lokgeeto | RekhtaGujarati

આવોને સૈયર

awone saiyar

આવોને સૈયર

તમે આવોને સૈયર, આવોને સૈયર,

લાલ પીછૂડો ફૂલેં ભર્યો.

અમે નહીં આવીએ, અમે નહીં આવીએ,

લાલ પીછૂડો ફૂલેં ભર્યો.

તમને સાસુના સમ છે, સાસુના સમ છે,

લાલ પીછૂડો ફૂલેં ભર્યો.

અમે આવ્યાં, અમે આવ્યાં,

લાલ પીછૂડો ફૂલેં ભર્યો.

તમે બેસોને સૈયર, બેસોને સૈયર,

લાલ પીછૂડો ફૂલેં ભર્યો.

અમે નહીં બેસીએ, અમે નહીં બેસીએ,

લાલ પીછૂડો ફૂલેં ભર્યો.

તમને સસરાના સમ છે, સસરાના સમ છે,

લાલ પીછૂડો ફૂલેં ભર્યો.

અમે બેઠાં, અમે બેઠાં,

લાલ પીછૂડો ફૂલેં ભર્યો.

તમે જમોને સૈયર, જમોને સૈયર,

લાલ પીછૂડો ફૂલેં ભર્યો.

અમે નહીં જમીએ, અમે નહીં જમીએ

લાલ પીછૂડો ફૂલેં ભર્યો.

તમને જેઠજીના સમ છે, જેઠજીના સમ છે,

લાલ પીછૂડો ફૂલેં ભર્યો.

અમે જમીએ, અમે જમીએ,

લાલ પીછૂડો ફૂલેં ભર્યો.

તમે પાન ખાવ સૈયર, પાન ખાવ સૈયર,

લાલ પીછૂડો ફૂલેં ભર્યો.

અમે નહીં ખાઈએ, અમે નહીં ખાઈએ,

લાલ પીછૂડો ફૂલેં ભર્યો.

તમને જેઠાણીના સમ છે, જેઠાણીના સમ છે,

લાલ પીછૂડો ફૂલેં ભર્યો.

અમે ખાઈએ, અમે ખાઈએ,

લાલ પીછૂડો ફૂલેં ભર્યો.

તમે ઊભા થાવ સૈયર, ઊભા થાવ સૈયર,

લાલ પીછૂડો ફૂલેં ભર્યો.

ઊભા નહીં થઈએ, અમે ઊભા નહીં થઈએ,

લાલ પીછૂડો ફૂલેં ભર્યો.

તમને નણંદના સમ છે, નણંદના સમ છે,

લાલ પીછૂડો ફૂલેં ભર્યો.

અમે ઊભા થિયાં, અમે ઊભા થિયાં,

લાલ પીછૂડો ફૂલેં ભર્યો.

તમે ઘેર જાવ સૈયર, ઘેર જાવ સૈયર,

લાલ પીછૂડો ફૂલેં ભર્યો.

અમે નહીં જઈએ, અમે નહીં જઈએ,

લાલ પીછૂડો ફૂલેં ભર્યો.

તમને પરણ્યાના સમ છે, પન્તીના સમ છે,

લાલ પીછૂડો ફૂલેં ભર્યો.

અમે જઈએ, અમે ઝટ જઈએ,

લાલ પીછૂડો ફૂલેં ભર્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા, ભાઈલાલ એન. પટેલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968