paruna - Lokgeeto | RekhtaGujarati

પરૂણા

paruna

પરૂણા

સાસુડીના આવ્યા પરૂણા રે, વાલમડા અંબેળાં રે.

વહુનો આવ્યો વીરો રે, વાલમડા અંબેળાં રે.

સાસુડી ચોખલા ખાંડે રે, વાલમડા અંબેળાં રે.

વહુવર કરે રૂડી સેવો રે, વાલમડા અંબેળાં રે.

સાસુડીના ચોખલા દુણાઈ ગયા રે, વાલમડા અંબેળાં રે.

જમ્યો વહુનો વીરો રે, વાલમડા અંબેળાં રે.

સાસુએ લીધો રૂડો પાટલો રે, વાલમડા અંબેળાં રે.

વહુએ લીધી રૂડી ઈસ રે, વાલમડા અંબેળાં રે.

સાસુ ને વહુ તો લડી પડિયાં રે, વાલમડા અંબેળાં રે.

વહુવરે સાસુડીને જબરી કૂટી રે, વાલમડા અંબેળાં રે.

સાસુનો પાટલો ભાંગી ગયો રે, વાલમડા અંબેળાં રે.

વહુવરની ટકી રહી ઈસ રે, વાલમડા અંબેળાં રે.

સાસુડીના આવ્યા પરૂણા રે, વાલમડા અંબેળાં રે.

વહુનો આવ્યો વીરો રે, વાલમડા અંબેળાં રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 113)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968