arrar re ma winchhuDo - Lokgeeto | RekhtaGujarati

અરરર રે મા વીંછુડો

arrar re ma winchhuDo

અરરર રે મા વીંછુડો

અરરર રે મા વીંછુડો

છાણાં વીણવા જેલી મા વીંછુડો!

છાણાંમાં ડંખ માઈરો મા વીંછુડો!

આંગરીમાં ઝેર ચઈડું મા વીંછુડો!

મારા દિયરને બોલાવ મા વીંછુડો!

દિયર દીવડો ધરશે મા વીંછુડો!

મારા પઇણાને બોલાવ મા વીંછુડો!

મારો પઈણો ઝેર ઉતારશે મા વીંછુડો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 95)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957