sarowarni pale be ambla re - Lokgeeto | RekhtaGujarati

સરોવરની પાળે બે આંબલા રે

sarowarni pale be ambla re

સરોવરની પાળે બે આંબલા રે

સરોવરની પાળે બે આંબલા રે

સિંચ્યા વિના સુકાય રે રન્યાદેવ

કોયલડી ટહુકા કરે રે,

કેવ રે કયી બેનના સાસરા રે,

કેવ રે મધુ બેનના સાસરા રે,

પરિયા તડોતડ સાસરા રે,

મરોલી મૈયરીયાની વાટ રે રન્યાદેવ,

કોયલડી ટહુકા કરે રે! (આ રીતે આગળ ગાવું).

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 86)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, કુસુમબેન ધીરુભાઈ મહેતા, સુધાબેન ધીરુભાઈ મહેતા, અનિલાબહેન ધીરુભાઈ મહેતા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963