lila chananun khetar re - Lokgeeto | RekhtaGujarati

લીલા ચણાનું ખેતર રે

lila chananun khetar re

લીલા ચણાનું ખેતર રે

લીલા ચણાનું ખેતર રે ઝાંકણિયા લોલ!

ત્યાં કોણ ટોયો જાય રે ઝાંકણિયા લોલ!

ત્યાં મોહન ટોયો જાય રે ઝાંકણિયા લોલ!

પેલે માથે બળદ પડ્યો ઝાંકણિયા લોલ!

મોહન કહે મારો બાપ પડ્યો ઝાંકણિયા લોલ!

દોડતાં દોડતાં શરી પડ્યો ઝાંકણિયા લોલ!

પેલે માથે ગાય પડી ઝાંકણિયા લોલ!

મોહન કહે મારી માય પડી ઝાંકણિયા લોલ!

(આ રીતે આગળ ગાવું)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 84)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, કુસુમબેન ધીરુભાઈ મહેતા, સુધાબેન ધીરુભાઈ મહેતા, અનિલાબહેન ધીરુભાઈ મહેતા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963