jarman to jawwa ghanan - Lokgeeto | RekhtaGujarati

જારમાં તો જવ્વા ઘણાં

jarman to jawwa ghanan

જારમાં તો જવ્વા ઘણાં

જારમાં તો જવ્વા ઘણાં ભમ્મરા રે!

ક્યા ગામમાં જમાઈ ઘણાં ભમ્મરા રે!

મરોલી ગામમાં જમાઈ ઘણાં ભમ્મરા રે!

તેમાં ક્યો જમાઈ લાડકો ભમ્મરા રે!

તેમાં ઠાકોર જમાઈ લાડકો ભમ્મરા રે!

સાત ગધેડા ચારી લાવ્યો ભમ્મરા રે!

એક ગધેડું વીયાય પડ્યું ભમ્મરા રે!

દોણી લઈને દોવા બેઠો ભમ્મરા રે!

લાત મારી ચત્તો પાડ્યો ભમ્મરા રે!

એટલે આવ્યા ભાનુબેન ભોળા ભમ્મરા રે!

ઉઠ બિચારા બેઠો થા ભમ્મરા રે!

દહીં આપે તો બેઠો થાઉં ભમ્મરા રે!

દહીં ના વતી છાણ ખા ભમ્મરા રે!

જારમાં તો જવ્વા ઘણાં ભમ્મરા રે!

(આ રીતે આગળ ગાવું)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, કુસુમબેન ધીરુભાઈ મહેતા, સુધાબેન ધીરુભાઈ મહેતા, અનિલાબહેન ધીરુભાઈ મહેતા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963