dal dhou ke chokhla dhou - Lokgeeto | RekhtaGujarati

દાળ ધોઉ કે ચોખલા ધોઉ

dal dhou ke chokhla dhou

દાળ ધોઉ કે ચોખલા ધોઉ

દાળ ધોઉ કે ચોખલા ધોઉ, સાય મોરી! સાય મોરી!

બારણે તપેલી વીસરી, સાય મોરી! સાય મોરી!

એટલે રે આવ્યો મોહન ચોર લઈ તપેલી નાઠો રે.

લાવો નાડી બાંધો તાણી બડે બડે બડાટો હો,

સાયમોરી! સાયમોરી!

એટલે રે આવ્યા કમળાબેન ભોળા સાયમોરી સાયમોરી

મારા હાથના લો, મારા પગના લો, પણ નફ્ફટને છોડો હો

સાયમોરી! સાયમોરી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 84)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, કુસુમબેન ધીરુભાઈ મહેતા, સુધાબેન ધીરુભાઈ મહેતા, અનિલાબહેન ધીરુભાઈ મહેતા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963