asawyalawna jhaD re ramji! - Lokgeeto | RekhtaGujarati

આસવયાલવના ઝાડ રે રામજી!

asawyalawna jhaD re ramji!

આસવયાલવના ઝાડ રે રામજી!

આસવયાલવના ઝાડ રે રામજી!

ત્યાં મને હિંડોળા બંધાવો!

હિંડોળે બેસીને મને એવી રડ લાગી બાપા મને ટિલડી ઘડાવો!

બાપાએ ઘડાવી, મારા મામાએ મઢાવી, મારા વીરલે મોતી પુરાવ્યા. !

ટિલડી ચોઢીને હું તો સાસુઘર ગઈ’તી, સાસુએ મોઢું મચકોડ્યું!.

વહુ રે, વહુ મારી રાધા! વહુ તને ટિલડી કોણે ઘડાવી!

બાપાએ ઘડાવી મારા, મામાએ મઢાવી, મારા વીરલાએ મોતી પુરાવ્યા!

ટિલડી ચોઢીને હું તો જળ ભરવા ગઈ’તી જળમાં ટિલડી ઝબુકી!

મારા મૈયરના માછીડા તેડાવુંને જળમાં જાળ લબાવુ!

ટલડી જડે તો મારી નણદીને આપું ભવના મેણા ટાપુ!

મારા મૈયરથી માછીડા આવ્યાને જળમાં જાળ નંખાવી!

ટિલડી જડી તો મારા કર્મે જડી, તેમાં નણદીને શા માટે આપું!.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 87)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, કુસુમબેન ધીરુભાઈ મહેતા, સુધાબેન ધીરુભાઈ મહેતા, અનિલાબહેન ધીરુભાઈ મહેતા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963