aawi aawi bhadarwani rel - Lokgeeto | RekhtaGujarati

આવી આવી ભાદરવાની રેલ

aawi aawi bhadarwani rel

આવી આવી ભાદરવાની રેલ

આવી આવી ભાદરવાની રેલ ભાદરવાની ગાજે છે.

એમાં કોણ તણાયો જાય ભાદરવી ગાજે છે.

એમાં ઠાકોર તણાયો જાય ભાદરવી ગાજે છે.

આવી આવી ભાદરવાની રેલ ભાદરવી ગાજે છે.

(આ રીતે આગળ ગાવું).

મારા ખડખડિયા વડ પર રે! નોબત વાગે છે.

મારા ક્યા ભાઈ રે! એક પર બીજી લાવે છે.

મારા મહેશ ભાઈ રે! એક પર બીજી લાવે છે.

એની તારા વહુ રાણી રે, ઘરમાં રૂએ છે.

નો રડ ભાભી રે, ભાઈ બીજી લાવે.....મારા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 84)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, કુસુમબેન ધીરુભાઈ મહેતા, સુધાબેન ધીરુભાઈ મહેતા, અનિલાબહેન ધીરુભાઈ મહેતા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963