akDani gaDi, ho rasiya - Lokgeeto | RekhtaGujarati

આકડાની ગાડી, હો રસિયા

akDani gaDi, ho rasiya

આકડાની ગાડી, હો રસિયા

આકડાની ગાડી, હો રસિયા;

કોણ કોણ હાંકે, હો રસિયા?

કોણ કોણ બેસે, હો રસિયા?

ચકો ભાઈ હાંકે, હો રસિયા,

આવતી વહુ બેસે, હો રસિયા,

હાંક્ય મારા રોયા, હો રસિયા,

અંધારું થાશે, હો રસિયા,

ચકી વહુ બીશે, હો રસિયા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 292)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957