malad nakhtan - Lokgeeto | RekhtaGujarati

મળદ નાખતાં

malad nakhtan

મળદ નાખતાં

લાફો રે નાલ્લા તો બરોબર પાણી બે વામ છે રે

લોફાઈ હાંઆંઆં

લાફો રે મોટા તો બરાબર પાણી ચાર વામ છે જો

લોફાઈ હાંઆંઆં

લાફા રે મોટા તો વામે માઠીરા પાણી

ત્રણ વામ છે જોઓઓ

લોફાઈ હાંઆંઆં

બેઈયે હેએએ બેવાળી બરોબર પાણી

વામ છે જોઓઓ

જમીન ખરેની છે જોઓઓ

ચાર રે હેએએ ચાર વાળી વામે

માઠોરી પાણી સાત વામ રેએએ હેએએ હાં

ચાર રે હેએએ ચાર વાળી વામે

બરોબર પાણી આઠ વામ રેએએ

ભોંય કાદવની છે જે હેએએ હાંઆંઆં

ચારે હે ચાર વાળી વામે

ઝાઝેરી પાણી નવ વામ હેએએ હાંઆંઆં

છઈયાં રે હેએએ વાળી વામે

ઝાઝેરી પાણી અગિયાર વામ રેએએ હાંઆંઆં

વચ્ચે બીજા થોડા શબ્દો સાબળિયા (હીંચકા) પર સૂતા ટંડેલને અને માલખી(કેબિન)માં સૂનારા ડોડિયા(ટંડેલની નીચેના માણસ)ને ઉદ્દેશીને કહે, એના અવાજથી પેલા ઊંચે—કાન થયા હોય અને છેવટનું માપ ઉચ્ચારાય તે ચૂકી જાય :

દહેણના ફરનારા, ને માલખમીના મુનારા,

સાબળિયાના સૂનારા ટંડેલ,

માલખીના સૂનારા ડોડિયા,

ખારવા જગાડી વ્હાણ ચલાવજે,

મોટા તો વામે ઝાંઝેરાં પાણી

પાંચ વામ જોઓઓ હેએએ હાંઆંઆં

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957