mal uthawtan samacharni aap le - Lokgeeto | RekhtaGujarati

માલ ઉઠાવતાં સમાચારની આપ-લે

mal uthawtan samacharni aap le

માલ ઉઠાવતાં સમાચારની આપ-લે

હે વાણા માલી હેઈસો

‘કાંથી તે આઈવો? હેઈસો

કાંને જાવાનો? હેઈસો’

‘ઘરથી આવેલો હેઈસો,

માલ તો લેવા ભાઈ હેઈસો.’

‘પોઈરાં હું કરે? હેઈસો’

‘બધાં હારાં સે હેઈસો’

‘તું કાં રે જાવાનો? હેઈસો’

‘ગોવે જાવાનો હેઈસો’

‘સું તો ભરીને? હેઈસો’

‘મીઠું ભરેલું હેઈસો

વ્હાણ તો વેપારીનું હેઈસો.’

ઉતાવળ કરવાની હોય તો તેની પણ સૂચના કરે, રસ્તે મોકળો કરવા કહે:

‘ચાલતો રે થા ભાઈ હેઈસો.’

દરિયે તોફાન થયું હોય તો તેની વાત પણ કામ કરતાં કરતાં રીતે કરી લે. વખત તો બગડવા દે. ભંડારી(વહાણમાં રસોડું સંભાળનાર)ને સૂચના પણ કામ કરતાં કરતાં આપવાની:

‘ભંડારી ભાઈ હેઈસો

ચા મૂકવા જા તો હેઈસો’

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957