khunta martan - Lokgeeto | RekhtaGujarati

ખૂંટા મારતાં

khunta martan

ખૂંટા મારતાં

હે રે માલી ઝલા

સવા તારી હાલી ઝલા

સૂતેલો સરંગ ઝલા

જાગેલો માલમ ઝલા

અલા ઝલી રે ઝોલ ઝોલ ઝોલ ઝોલ

માલમ ના ઘોસા ઝલા

ભારેમાં લાખું ઝલા

મંગિયા ડોસા ઝલા

મંગિયા દાણી ઝલા

જાય ઉજમણી ઝલા

ભાઈ રે જુવાન ઝલા

પાઘડીમાં પાન ઝલા

હાથમાં રૂમાલ ઝલા

રૂમાલ બિછાવીને ઝલા

પાછેલાં વ્હાણ ઝલા

વેળ પાછલીનાં ઝલા

ભાંગેલાં પાણી ઝલા

પાણીવાળા દઈને ઝલા

વ્હાણને ગોરાબે ઝલા

ગોરાબ ગલિયાનાં ઝલા

અલા દાવલ પીર ઝલા

અલા ડોસમાં ગીર ઝલા

અલા દોહલી વેળા ઝલા

અલા મદદ કરસે પીર ઝલા

અલા પીર તારે નામે ઝલા

અલા વીરા બીરીઓ પામે ઝલા

અલા બેરીમાં રાણી ઝલા

અલા ચાલવા લાગેલી ઝલા

અલા ઊંડાનાં પાણી ઝલા

અલા ઊંડાં રતનાગરનાં ઝલા

અલા ઊંડા અલિંગ દરિયા ઝલા

અલા ઝલી રે ઝોલ ઝોલ ઝોલ ઝોલ

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957