jal winttan - Lokgeeto | RekhtaGujarati

જાળ વીંટતાં

jal winttan

જાળ વીંટતાં

ધાંઈ રે ધાંઈ

શહેરી તો આવે ધાંઈ

જોબનકાંઠો ધાંઈ

વિશાળીમાં નાઠું ધાંઈ

મગિયા ડોસા ધાંઈ

ડોસા દાંડીના ધાંઈ

જાઈયું જમણી ધાંઈ

ઉજમણી તો નગરી ધાંઈ

લોક તો ગાંડા ધાંઈ

પરથાણાની ધાંઈ

ઢોલ તો વગાડું ધાંઈ

ઢીલા તો ઢોલે ધાંઈ

કેમ તે વાગે ધાંઈ

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957