hallesan - Lokgeeto | RekhtaGujarati

હલ્લેસાં

hallesan

હલ્લેસાં

મલબારી વા’ણ હોબેલાં

—હલ્લેસાં માર હોબેલાં.

મલબાર વા’ણમાં ઊંડા કૂવા

—હલ્લેસાં માર હોબેલાં.

ખારવા તેટલા બધા મુવા

—હલ્લેસાં માર હોબેલાં.

તણ મુવા માંદા પઈડા,

—હલ્લેસાં માર હોબેલાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957