dorDan ubhan khenchtan 2 - Lokgeeto | RekhtaGujarati

દોરડાં ઊભાં ખેંચતાં-2

dorDan ubhan khenchtan 2

દોરડાં ઊભાં ખેંચતાં-2

ઘોઘામાં આછર મોરાદી ઝાલ્લા ઝુમાલ સે,

ઘોઘું તોરું ને મોરું ઝાલ્લા.

વચમાં સામળ કઠોડું ઝાલ્લા.

સામી અલ્લા સારદીના ઝાલ્લા.

પ્હેલી કલમ માર દીના ઝાલ્લા.

ખાતર લિખાના ઝીણી ઝાલ્લા.

ઝીણી જાય કલ્લા ભરૂની ઝાલ્લા.

ઘોસી વ્હાણ દામણ દામા ઝાલ્લા.

દામણ સવાયાની હાલી ઝાલ્લા.

માછીને માછલી વ્હાલી ઝાલ્લા.

સાધુને તીરથ વ્હાલી ઝાલ્લા.

માછી ગયો મદરાસી ઝાલ્લા.

દરિયો ઊંડો અગાસી ઝાલ્લા.

દરિયો રેહજો કિનારા ઝાલ્લા.

મસ્કતી કાંઠે કિનારા ઝાલ્લા.

કાંઠે કિનારાની લાસી ઝાલ્લા.

ભલ્લી ચઢે ધૂમ ગાસી ઝાલ્લા.

દૂરનાં ને નજીકનાં બંદરોની અને સંસારની આવી અનેક ખાટીમીઠી વાતો સાગરના ખેડનારને દુનિયાથી બાંધી રાખે છે. ઉપરની અબાવણી ‘હે રે ઘમઘોર સે’ના સમૂહોદ્ગારથી પણ ગવાય છે:

હેલ્લે ઘમઘોર સે,

‘પાનનો કીબો રે ઘમઘોર સે,’ ‘હે રે ઘમઘોર સે’

‘મુનારા જોઈને રે ઘમઘોર સે,’ ‘હે રે ઘમઘોર સે’

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957